How to Ration card to Aadhar card link ?
નમસ્કાર મિત્રો
રેશનકાર્ડને આધાર કાર્ડ સાથે કેવી રીતે લિંક કરી શકાય તેની સંપૂર્ણ માહિતી અહીં આપેલ છે જેથી કરી તમે જાતે તમારા મોબાઇલ થી Ration card to Aadhar card link કરી E-KYCકરી શકો છો.
રેશનકાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવા માટે સૌપ્રથમ આપણે google play store માં જઈ My Ration સર્ચ કરવું.
સર્ચ કરવાથી સૌપ્રથમ my ration gujarat ની એપ્લિકેશન જોવા મળશે જેને આપણે ઇન્સ્ટોલ કરવી લેવી.
એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી લીધા પછી તેમાં તમારું નામ લખવાનું આવશે જેમાં તમારે પોતાનું નામ લખી દેવું અને નીચે મોબાઈલ નંબર લખી દેવો.
આટલું કર્યા બાદ સબમીટ પર ક્લિક કરો જેથી તમારા રજીસ્ટર મોબાઇલ નંબર પર એક otp આવશે.
ઓટીપી સબમિટ કર્યા બાદ તમને ચાર આંકડાનો એક પિન બનાવવાનું કહેશે જે તમારે મરજી મુજબ રાખી દેવાનો રહેશે.
હવે તમારે તમારી એપ્લિકેશન ઉપર તમારું નામ જોવા મળશે અને નીચે જે તમે પીન રાખે છે તેને દાખલ કરવાનો રહેશે દાખલ કરવાથી એપ્લિકેશન ઓપન થઈ જશે.
એપ્લિકેશન ઓપન થયા બાદ તમને તેના બધા જ ફંક્શન જોવા મળશે જેમાં તમે તમારો મોબાઈલ નંબર લીંક કરી શકો છો અને લિંક હોય તો તેને ડીલીટ પણ કરી શકો છો
તમારું આધાર કાર્ડ લિંક કરી શકો છો અને ડી લિંક પણ કરી શકો છો.
તમે તમારું એ કેવાયસી કરવા માટે તમારે એ કેવાયસી વાળા ઓપ્શન પર જવાનું રહેશે
કેવાયસી વાળા ઓપ્શન પર ક્લિક કરવાથી તમારે તમારું રેશનકાર્ડ નંબર દાખલ કરવાનો ઓપ્શન જોવા મળશે ત્યારબાદ નીચે કેપ્ચા આપેલ છે તેને ભરી દેવા અને સબમિટ પર ક્લિક કરવું.
અહીં તમે તમારા રેશનકાર્ડના તમામ સભ્યોના નામ જોઈ શકો છો જેથી તમારે જે સભ્યોનો કેવાયસી કરવાનું હોય તેનું નામ સિલેક્ટ કર
Ration Card Aadhaar Linking
જે વ્યક્તિનું એ કેવાયસી કરવાનું હોય તે નામ સિલેક્ટ કરો અને આગળની પ્રોસેસ પર ક્લિક કરવું.
ક્લિક કર્યા પછી અહીં તમને રેશનકાર્ડ નંબર જોવા મળશે તેમ જ તમારા આધારકાર્ડ ના પાછળના ચાર આંકડા દાખલ કરી સબમીટ પર ક્લિક કરો.
જેથી તમારા મોબાઇલ પર એક ઓટીપી આવશે જેને સબમીટ કરવાનો રહેશે.
ઓટીપી સબમીટ કર્યા બાદ ઓટોમેટીક કેમેરો ચાલુ થઈ જશે જેમાં, તમારે તમારો ફોટો પાડવાનો છે ફોટો પડી ગયા બાદ તમારું કેવાયસી સંપૂર્ણ રીતે સબમિટ થઈ જશે આવી રીતે તમે બીજા સભ્યોનું પણ એ કહેવાય છે કરી શકો છો.