નમો લક્ષ્મી યોજના_ Namo Laxmi Yojana 2024 Registration

નમો લક્ષ્મી યોજના Namo Laxmi Yojana 2024


Namo Laxmi Yojana _ સરકારી શાળા અનુદાનિત શાળા કે ખાનગી શાળામાં ધોરણ ૯ થી ૧૨ માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ માટે ગુજરાત સરકાર દ્વારા નમો લક્ષ્મી યોજના એક વર્ષ ૨૦૨૪ થી શરૂઆત કરવામાં આવી છે. જે અંતર્ગત દરેક વિદ્યાર્થીને કુલ ૫૦ હજાર સુધીની આર્થિક સહાય કરવામાં આવશે અને આ યોજના અંતર્ગત વિદ્યાર્થિનીની કોઈપણ પ્રકારની પરીક્ષાઓ પણ આપવાની નથી.

આ નમો લક્ષ્મી યોજના એ ભારત સરકારની નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત કિશોર વયની વિધાર્થિની સાથે સાથે પૂરતું પોષણ મળે અને તેઓનું સશક્તિકરણ થાય તે હેતુથી તેઓને દર મહિને આર્થિક સહાય આપવાની યોજના છે. લાભાર્થીની પાત્રતા સમજીએ વિદ્યાર્થીની ગુજરાત બોર્ડ અથવા તો સીબીએસસી બોર્ડ માં અભ્યાસ પૂર્ણ કરેલ હોવો જોઈએ અને તે રાજ્યની સરકારી શાળા અથવા તો અનુદાનિત પ્રાથમિક શાળામાં ધોરણ 8 નો અભ્યાસ પૂર્ણ કરેલ હોય.

નમો લક્ષ્મી યોજના 2024

તે ઉપરાંત પણ ધોરણ નવ સિવાય ધોરણ 10, 11 અને 12 માં હાલ માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને પણ આ યોજના લાગુ પડશે. આ યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન થયેલ વિદ્યાર્થિનીને કુલ ૫૦ હજાર સુધીની સહાય કરવામાં આવશે જેમાં ધોરણ ૯ માં દર મહિને 500 લેખે 10 મહિના સુધી કુલ પાંચ હજાર રૂપિયાની સહાય કરવામાં આવશે. અને ત્યારબાદ ધોરણ 10 માટે એ જ રીતે દર મહિને 500 લેખે 10 મહિના સુધી કુલ પાંચ હજાર રૂપિયાની સહાય કરવામાં આવશે. આમ ધોરણ ૯ અને 10 માં કુલ ૧૦ હજારની સહાય કરવામાં આવશે. અને ત્યારબાદ તે વિદ્યાર્થીની ધોરણ 10ની બોર્ડની પરીક્ષા પાસ કરવા પછી તેમને વધારાના બીજા દસ હજારની સહાય કરવામાં આવશે આમ કુલ ધોરણ-૯ અને ૧૦ માટે ૨૦ હજાર સુધીની સહાય કરવામાં આવશે.

Namo Laxmi Yojana

 તે જ રીતે ધોરણ 11 માં દર મહિને ૭૫૦ રૂપિયા લેખે 10 મહિના સુધી એટલે કે કુલ ૭૫૦૦ રૂપિયાની આર્થિક સહાય કરવામાં આવશે અને ત્યારબાદ ધોરણ 12 માં પણ તે જ રીતે દર મહિને ૭૫૦ લેખે 10 મહિના સુધી કુલ ૭૫૦૦ રૂપિયાની સહાય કરવામાં આવશે આમ કુલ ધોરણ ૧૧ અને ૧૨માં 15 હજારની સહાય આપવામાં આવશે

 ત્યારબાદ વિદ્યાર્થીની ધોરણ 12 ની બોર્ડની પરીક્ષા જ્યારે પણ પાસ કરે ત્યારે તેમને બીજા વધારાના 15 હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે આમ કુલ ધોરણ 11 અને 12 માં કુલ ૩૦ હજાર રૂપિયા સુધીની સહાય કરવામાં આવશે.

નમો લક્ષ્મી યોજના online Apply

આ યોજના માટે એક અલગથી namo Laxmi yojana portal બનાવવામાં આવ્યું છે અને વિદ્યાર્થીના માતાના બેંક ખાતામાં દર મહિને પૈસા જમા કરાવવામાં આવશે. આ યોજના માટે રજિસ્ટ્રેશન કરવાની જવાબદારી જેતે શાળા નીચે એટલે કે તમે જે શાળામાં અભ્યાસ કરી રહ્યા છો અથવા તો એડમિશન લેવાના છો ત્યાં તમારે તમામ ડોક્યુમેન્ટ આપવાના રહેશે. તે શાળાના આપના વતી આ યોજના અંતર્ગત સિટી એડવેન્ચર ટ્રેકિંગ સિસ્ટમ માં પોતે શાળા રજીસ્ટ્રેશન કરાવી આપશે.

આ યોજનાનું રજિસ્ટ્રેશન ચાલુ થઈ ગયું છે અને અંદાજે જુલાઈ મહિનાથી આર્થિક સહાય બેંક ખાતામાં જમા કરાવવાનું શરૂ પણ થઈ જશે. અને ત્યારબાદ દર મહિનાની 10 તારીખ સુધીમાં વિદ્યાર્થીની માતા અથવા તો વિદ્યાર્થિનીના બેંક ખાતામાં જમા કરવામાં આવશે. વિદ્યાર્થીની અગાઉના મહિનામાં કુલ ૮૦ ટકાથી વધુ હાજરી હોવી ફરજિયાત છે નહીતો આ સહાય બંધ કરી દેવામાં આવશે. તે ઉપરાંત પણ જો કોઈ વિદ્યાર્થી ની અધવચ્ચેથી શાળા છોડી દે તો પણ આ સહાય બંધ કરી દેવામાં આવશે.

whatsapp group

નમો લક્ષ્મી યોજના ડોકયુમેંટ namo Laxmi yojana Documents

 નમો લક્ષ્મી યોજના માટે નીચે મુજબના ડોક્યુમેન્ટ આપની શાળામાં જમા કરાવવાના રહેશે જેમાં   

૧. વિદ્યાર્થી નું આધારકાર્ડ બંને બાજુનું,

૨. વિદ્યાર્થીનું માતા નું આધારકાર્ડ બંને સાઇડ,

૩. વિદ્યાર્થિનીનું જન્મનું પ્રમાણપત્ર

૪. વિદ્યાર્થિનીનું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર

૫. વિદ્યાર્થીની માતાની બેંક પાસબુક જો માતા હયાત ન હોય તો જ વિદ્યાર્થીની બેંક પાસબુક ની જરૂરિયાત રહેશે

૬. જે વિદ્યાર્થિનીએ ધોરણ 8 ખાનગી શાળામાં અભ્યાસ કર્યો હોય તો તેમને ૬ લાખથી ઓછી આવક નો દાખલા ની જરૂર રહેશે

રેશન કાર્ડ કેવાયસી કરો મોબાઇલથી ઘરે બેઠાં > Ration card KYC to Aadhar card link