મનરેગા યોજના ગુજરાત
Nrega Yojana એ ભારત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી એક રોજગાર યોજના છે. જે ગ્રામીણ ક્ષેત્રોમાં રહેતા નાગરિકોને રોજગાર પૂરો પાડે છે. ગ્રામીણ ક્ષેત્રોમાં રહેતા નાગરિકોને રોજગાર મળવાથી તેમની આર્થિક સ્થિતિમાં સુધારો લાવવા માટે આ યોજના ચાલુ કરવામાં આવી છે.
નરેગા યોજના 2025
નરેગા યોજનામાં એક પરિવારને એક વર્ષમાં 100 દિવસ રોજગાર પૂરો પાડવામાં આવે છે.
નરેગા યોજનામાં પરિવારને ઓછામાં ઓછી રોજગારી મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવે છે. જો કોઈ વ્યક્તિને ઓછામાં ઓછી 100 દિવસની રોજગારી નથી મળતી તો તેવા વ્યક્તિને બેરોજગાર ગણવામાં આવે છે અને તેને બેરોજગાર ભથ્થું આપવામાં આવે છે.
Nrega Yojana પગાર
નરેગા યોજનામાં લાભાર્થીને જોબકાર્ડ આપવામાં આવે છે જેમાં તેમનું નામ, એડ્રેસ અને કામની વિગતો પૂરી પાડવામાં આવે છે. આ જોબકાર્ડને આધારે તેમની હાજરી પૂરવામાં આવે છે અને 15 દિવસ કામ કર્યા બાદ તેમને પંદર દિવસની હાજરી પ્રમાણે ન્યૂનતમ વેતન આપવામાં આવે છે.
મનરેગા યોજના માહિતી ફરીયાદ
નરેગા યોજનામાં ત્રણ રીતે કમ્પ્લેન કરી શકાય છે.
1. ઓફલાઈન કમ્પ્લેન.
ઓફલાઈન કમ્પલેનમાં તમે ગ્રામ પંચાયત ઓફિસ અથવા બ્લોકમાં જાય તમારી લેખિત અરજી આપી શકો છો અને કમ્પ્લેન લખાવ્યા બાદ તેની રિસીવ કોપી તમારે લેવાની રહેશે
2. ઓનલાઇન કમ્પ્લેન.
ઓનલાઈન માં તમારે નરેગા ની ઓફિશિયલ વેબસાઈટ પર જવાનું રહેશે ત્યારબાદ તમારે કમ્પ્લેન વાળા પેજ પર જવું અને ગ્રેવીન્સ પર ક્લિક કરવું.
અહીં તમારે કમ્પ્લેન નું પૂરું ફોર્મ ભરવાનું રહેશે જે તમે કમ્પ્લેન કરવા માગતા હોય તેની સંપૂર્ણ ડીટેલ અહીં ભરવી તેમજ તમે તમારું નામ એડ્રેસ અને મોબાઈલ નંબર ફીલ કરો તેમજ જે કામ માં તમે કમ્પ્લેન કરવા માગો છોતે કમ્પ્લેનની પૂરી માહિતી અહીં તમારે દાખલ કરવાની રહેશે. સંપૂર્ણ માહિતી ભરાઈ ગયા બાદ તમારે સબમીટ બટન પર ક્લિક કરવું જેથી તમારી કમ્પ્લેન સીધી વેબસાઈટ પોર્ટલમાં દાખલ થઈ જશે.
3. ફોન દ્વારા તમારી કમ્પ્લેન નોંધાવી.
અહીં તમે કોન્ટેક નંબર દ્વારા સીધી વાત કરીને તમે તમારી કમ્પ્લેન નોંધાવી શકો છો.
ટોલ ફ્રી નંબર અથવા તો નરેગા ના કમિશનર ઓફિસર ની ડિટેલ મેળવી નરેગા કમિશન ઓફિસર ને તમે સીધો મેઇલ કરી શકો છો.
સૌથી પહેલા તમારા ગામની માહિતી મેડવવા અમારા વોટ્સ એપ્સ ગ્રૂપમાં જોડાવો.
